Wonderful description of Akshardham in "Aaj Mare Orde Re" kirtan verses, in which the 2 verses is written by Lord Shri Swaminarayan himself and was sung by ChappiyaSwami from Gadhada.
👉🏻 ગાયક :- પૂ. સ્વામી શ્રી છપૈયાસ્વામી - ગઢડા
👉🏻 Singer:- Pu. Swami Shree ChappiyaSwami - Gadhada
======================================
👉🏻 સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સદગુરુ શ્રી પ્રેમાનંદસ્વામી રચિત "આજ મારે ઓરડે રે " કીર્તન પદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય દરેક મંદિરોમાં અને દરેક હરિભક્તોના ઘરે ગવાતા પદોમાનું એક પદ છે. આ કીર્તન પદ નો મહિમા ખુબજ હોવાથી અને ખુદ ભગવાન શ્રી સ્વામિનારાયણને ૨-પદ લખેલા હોવાથી હરિભક્તો જયારે પણ સંતો પધરામણી કરવા ઘરે આવે છે ત્યારે આનંદ માં આવીને આ કીર્તન પદો ને ઉચ્ચ સ્વરે ગાય છે. આ ઓરડાના પદો દ્વારા સર્વે હરિભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ ની મૂર્તિ માં પોતાની વૃત્તિને જોડી શકે તેવા શુભ હેતુથી સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા આજ મારે ઓરડે રે કીર્તન પદ રજુ કરવામાં આવિ રહ્યું છે.
👉🏻 The kirtan verses "Aaj Mare Orde Re" composed by Lord Shree Swaminarayan and Sadguru Shree Premanand Swami is one of the verses sung daily in every temple and at the home of every Haribhakat in Shree Swaminarayan Sampraday. Since the glory of this kirtan's verse is very great and since Lord Shree Swaminarayan himself has written 2 verses, Haribhaktos sing these verses aloud, whenever the saints come to there house to perform padhramni. With the intention that all devotees can focus their minds and souls on Bhagwan Shree Swaminarayan, we are releasing this kirtan through Swaminarayan Vadtal Gadi.
👉🏻 આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ; બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ... ૧
નીરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ; શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ... ૨
ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર; લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર... ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર; પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર... ૪
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર; સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર... ૫
પહેરી પ્રીત શું રે, સુરંગી સૂંથણલી સુખદેણ; નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ... ૬
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ; સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય... ૭
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય; કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય... ૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ; પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ... ૯
👉🏻 સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ; મૂર્તિ સંભારતાં રે, મુજને ઊપજ્યો અતિ સનેહ... ૧
પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર; જેવા (મેં) નીરખિયા રે, તેવા વર્ણવું કરીને પ્યાર... ૨
બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર; તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર... ૩
બાજૂ બેરખા રે, બાંયે કપૂરના શોભિત; કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સૌનાં ચિત્ત... ૪
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર; ચોરે ચિત્તને રે, હસતાં કમળ નયનની કોર... ૫
હસતાં હેતમાં રે, સહુને દેતા સુખ આનંદ; રસરૂપ મૂર્તિ રે, શ્રી હરિ કેવળ કરુણાકંદ... ૬
અદ્ભુત ઉપમા રે, કહેતાં શેષ ન પામે પાર; ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસશૃંગાર... ૭
વા’લપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર; અંગોઅંગમાં રે, જાણે ઉગિયા અગણિત સૂર... ૮
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ; પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ... ૯
👉 પૂરું કીર્તન / Complete Kirtan :- [ Ссылка ]
======================================
👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક – ફોલો કરો.
👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
======================================
Share, Support, Subscribe, Follow: -
👉 YouTube : [ Ссылка ]
👉 Facebook : [ Ссылка ]
👉 Twitter: [ Ссылка ]
👉 Instagram : [ Ссылка ]
👉 Website : [ Ссылка ]
👉 WhatsApp No.: +91 95 1200 1008
👉 Email: info.vadtalgadi@gmail.com
======================================
👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો..
👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
👉 Google Play Store:- [ Ссылка ]
👉 iPhone App Store:- [ Ссылка ]
======================================
#SwaminaryanKirtan #AajMareOradeRe #ChappiyaSwamiGadhada #Vadtal #SwaminarayanSampraday #AjendraprashadjiMaharaj1008 #LaljiMaharaj #Nrugendraprasadaji #Dharmakul #SwaminaryanBhagwan #Svg #SwaminaraynVadtalGadi #Lndym #premaanandSwami
Ещё видео!