⭕ summer flower plants ⭕
માર્ચ માં ઉગાડો આ પ્લાન્ટ ના બીજ...
ઓગસ્ટ સેપ્ટમ્બર સુધી ફૂલો આપશે.
બીજ માંથી પ્લાન્ટ કઈ રીતે ઉગાડવા
● સૌપ્રથમ તો બ્રાન્ડેડ બીજ ખરીદવા, બીજ એલ્યુમિનિયમ ફોઈલ માં પેક કરેલા હોવા જોઈએ જેથી તેમાં ભેજ લાગેલ ન હોઈ.
● બીજ પેકેટ પર Expired date જોવી, expired ટાઈમ વાળા બીજ ન ખરીદવા.
● બીજ treated હોવા જોઈએ...એટલે કે fungicide થી પ્રોસેસ કરેલા હોય જેથી બીજ માં ઇન્ફેક્શન લાગેલું ન હોઈ.
● બીજ વાવવા માટે એક સમતલ પ્લેટ અથવા બીજ પ્લેટ લેવી.તેમાં આ રીત નું પોટિંગ મિક્સ ભરવું.
20% ગાર્ડન સોઈલ
40% કોકોપીટ
40% ગોબર/વરમીકોમ્પોસ્ટ
આ મીક્ષણ 2 દિવસ તડકે હવા માં સુકવી પછી જ લેવું, ભીનું ન હોવું જોઈએ નહિતર ફૂગ લાગી શકે છે.
● પ્લેટ માં ડ્રેનેજ હોલ હોવા જોઈએ... હોલ ઉપર નેટ કે પથ્થર ઢીકરી રાખી પછી તેમાં નીચેનું લેયર પાણા વાળી ધૂળ ભરવી, પછી જ ઉપર બીજ નું પોટિંગ મિક્સ ભરવું.
● બીજ વ્યવસ્થિત અને સરખા અંતરે વાવવા, નજીક નજીક કે વધુ જગ્યા રહે નહીં એ ખાસ જોવું... છૂટક છૂટક વાવવું... ગોળ રાઉન્ડ કરીને કે સીધી લાઇન કરીને વાવવા અથવા કોઈ પણ રીતે ગોઠવી શકો.
● બીજ પર 1 સેમી જેટલું પોટિંગ મિક્સ નું લેયર કરવું
● સ્પ્રે દ્વારા માપસર પાણી આપવું... બે મિનિટ પછી પાણી અંદર શોષાઈ જાય એટલે ફરી એકવાર પાણી સ્પ્રે કરી દેવો.
● Fungicide ફૂગનાશક 3ગ્રામ લઈ 1લીટર પાણીમાં નાખી તેનો સ્પ્રે કરવો... જો ફૂગનાશક ના હોઈ તો હળદર પણ માટી માં ઉમેરી શકો.
● પછી ટ્રે ને 3 દિવસ માટે છાપા વડે ઢાંકી દેવી... એટલે તેમાં ગરમી અને ભેજ તેમાજ જળવાઈ રહે... ટ્રે ને છાંયડે રાખી દેવી... 4 દિવસ માં અંકુર ફૂટી જશે.
● પછી મૂળ સાથે ધરું ઉપાડી બીજા મોટા પોટ માં વાવી 3-4 તડકો મળે તેમ રાખવો... પાણી ને સ્પ્રે થી નિયમિત આપવું.
● જો બીજ ઉગે નહિ તો...Fungicide amistar/saaf બે ટીપાં 200 ml પાણી માં નાખી સ્પ્રે કરવો.
ઉત્કૃષ્ટ રંગબેરંગી ફૂલો સાથે વાવેતર કરાયેલ ફૂલબેંડ્સ તમારી સાઇટને માન્યતા બહાર બદલી શકે છે. વારંવાર ફૂલ પથારી, પોતાના હાથથી સુશોભિત, વાર્ષિક દ્વારા વાવેતર કરવામાં આવે છે. આ સૌથી સુંદર સુશોભન ફૂલો છે, જે આંખને ખુશી કરે છે અને માત્ર એક જ સીઝન માટે મૂડમાં વધારો કરે છે. ફૂલબૅડ્સ માટે અહીં 10 સૌથી સામાન્ય ફૂલોના વાર્ષિક્સની સૂચિ કરી છે.
તો ચાલો જોઈએ ઉનાળા માં તમારા ગાર્ડન ને ફૂલો થી સજાવી આપનાર પ્લાન્ટ્સ ની માહિતી અહીં...
પોર્ટુલાકા [ Ссылка ]
જાસુદ [ Ссылка ]
ગલગોટા [ Ссылка ]
ઓલમાંડા [ Ссылка ]
કોયલ વેલ [ Ссылка ]
એડેનિયમ [ Ссылка ]
વન્ડરીંગ જ્યું [ Ссылка ]
મોગરા [ Ссылка ]
રાતરાણી [ Ссылка ]
તિલક તુલસી [ Ссылка ]
બોગન વેલ [ Ссылка ]
એકઝોરા [ Ссылка ]
ક્રાઈસ્ટ પ્લાન્ટ [ Ссылка ]
ગુલાબ [ Ссылка ]
ડેન્થાસ [ Ссылка ]
ઓકસાલીસ [ Ссылка ]
ટગર [ Ссылка ]
#summerflowerplants #bestsummerplants #ઉનાળુફૂલો
![](https://i.ytimg.com/vi/EFikxxxeMHo/maxresdefault.jpg)