Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
--- "ભજન નીચે લખેલું છે" ---
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: [ Ссылка ]
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri2020, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
:
પ્રભુનો તું થાય તો તારો પ્રભુ થાય
તું ના એનો થાય તો એ તારો કયાંથી થાય
સંકટમાં સપડાય તો એની પાસે જાય
તું ના એનો થાય તો એ તારો કયાંથી થાય
સગાવ્હાલાને વ્હાલો થવા જાય છે
તો યે જીવનમાં હાર તારી થાય છે
આ તો દુનિયાનો ખેલ ,રાખે ચડતીમાં મેળ
ખરે ટાણે ખબર એની થઇ જાશે
ગોવિંદના ગુણ ગાય ,તો ગોવિંદ કરતો સહાય
તું ના એનો થાય તો એ તારો કયાંથી થાય
રાત દહાડો પ્રભુને ના વિસારતો
એનું સઘળું શામળીઓ સંભાળતો
રાખે ઘરણીઘર ઘ્યાન, કરે તારુ કલ્યાણ
તારા વિપતના વાદળ વહી જાશે
નેડો લાગી જાય, તો પ્રભુનો પ્યારો થાય
તું ના એનો થાય તો એ તારો કયાંથી થાય
સાચી ભક્તિનો એક જ આ સાર છે
એના થશો તો પાસા પોબાર છે
બહેનો કરજો વિચાર,નહિતર એળે અવતાર
નવ ભાવના સાગરમાં પાર થાશે
એના શરણે જાય તો રણછોડ રાજી થાય
તું ના એનો થાય તો એ તારો કયાંથી થાય
Ещё видео!