Rain : Mumbai high tide amid waterlogging | Rivers overflow banks, buildings flooded in Maharashtra
Rain Update : Mumbai high tide amid waterlogging | મહારાષ્ટ્રમાં પૂર અને ભૂ સ્ખલનથી તબાહી મચી છે
#RainUpdate #Monsoon #Maharashtra
મહારાષ્ટ્રમાં પૂર અને ભૂ સ્ખલનથી તબાહી મચી છે... ભયંકર તબાહીમાં અત્યાર સુધીમાં 150 લોકોનાં મોત નીપજ્યા છે અને અત્યાર સુધીમાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તથા 100 લોકો હજુ લાપત્તા છે... ભયંકર તબાહીથી મહારાષ્ટ્રમાં 875 ગામો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં 2.30 લાખ લોકોને બચાવવામાં આવ્યા છે... તથા NDRF હજુ પણ બચાવ કામગીરી કરી રહી છે... તો ઘટનાને પગલે મહારાષ્ટ્રના CM ઉદ્ધવર ઠાકરે આજે સતારા, સાંગલી અને કોલ્હાપુરનું હવાઈ સર્વેક્ષણ કરશે... સાંગલી શહેર સુધી પહોંચતાતામા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જ્યાં વાહનો દોડતા હતા ત્યાં હવે નાવ ચલાવવામાં આવી રહી છે... કેટલાક લોકો પાણીમાંથી પસાર થઈને ચાલવા માટે પણ મજબૂર બન્યા છે... સાંગલીમાં કેટલાક વિસ્તારોમાં મકાનનો એક માળ ડૂબી ગયો છે... ભારે વરસાદ બાદ સાંગલીની લાઈફલાઈન ગણાતી કૃષ્ણા નદીનું જળસ્તર વધી ગયું અને પછી પાણી ગામો અને શહેરોમાં પ્રવેશી ગયું છે... મહારાષ્ટ્રના પુણે અને કોંકણ ડિવિઝનમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેને લીધે કેટલાક વિસ્તારોમાં ભૂ સ્ખલનને લીધે ભારે હાલાકી પડી છે... ચુપલૂન, ખેડ અને મહાડ જેવા શહેરોમાં તંત્ર હાલ પાણી અને વીજળી પૂરી પાડવાની સાથે-સાથે લોકોને ભોજન અને દવાઓ પણ પહોંચાડી રહ્યું છે... તો બીજી તરફ પાણી ફરી વળ્યા બાદ મગરમચ્છનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે...
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
[ Ссылка ]
Like us on Facebook
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
You can also visit us at:
[ Ссылка ]
![](https://s2.save4k.ru/pic/VEohLGKOrjA/mqdefault.jpg)