#bjbhajanmandal #bhavana #ભાવનાબેનમોકરીયા #krishnabhajan #rambhakt #rambhajan #ram #krishnadhuns #dhun #dhunmandal #ભજન #satsang #bhajan #gujarati #rammandirsong #સત્સંગમંડળ #ભજનમંડળ #ભજન #ભક્તિ
સ્વરઃ ભાવનાબેન મોકરીયા
જય શ્રી કૃષ્ણ
તમે અભિમાન આટલું ના કરશો
તમે જેવું કરશો એવું ભરશો કર્મ કોઈને છોડતું નથી
ભેગુ જે કર્યું છે એ મૂકીને જવાનો
એક રે ઘડીમાં તું રાખ થઈ જવાનો
ના તારું કે મારું કરશો તમે જિંદગીમાં સારું કરજો
કરમ કોઈને છોડતું નથી
તમે અભિમાન આટલું ના કરશો તમે જેવું કરશો એવું ભરશો
કરમ કોઈને છોડતું નથી
પૈસા ના પાવરમાં એક સંબંધ નથી બાંધ્યો
યાદ આવે બધા ત્યારે આવે રે ઉપાદીઓ
તારું એ મારું તે કર્યું મનધાર્યું
સમય આવે ત્યારે બધું તારી જોડે
પુણ્ય તુ કરજે મળશે મારગ મજાનો
પાપ તું કરે તો મળશે દુઃખનો ખજાનો
ના વિચારવામાં વેળા કાઢશો
વેળા મળી છે મત રે ગુમાવશો કર્મ કોઈને છોડતું નથી
તમે અભિમાન આટલું ના કરશો
તમે જેવું કરશો એવું ભરશો કરમ કોઈને છોડતું નથી
સમય તને મળ્યો છે તું હરીને ભજી લે
મોહમાયા મિલકત મેલી દે
પ્રભુના શરણે એક મોકો મળશે
રામ નામ લઈ લે મનખો તારો ફળશે
ભગવાન ભોળો છે મનખા જેવો નહીં થાય
પ્રભુ શ્રી રામ નામે પથ્થર રે તરી જાય
તમે બે ઘડી પ્રભુ દયાન ધરજો
પછી માતા-પિતાને પગે પડજો કર્મ કોઈને છોડતું નથી
તમે અભિમાન આટલું ના કરશો
તમે જેવું કરશો એવું ભરશો કર્મ કોઈને છોડતું નથી
ભાવનાબેન મોકરીયા ના સીતારામ
(નવા ભજન સાથે કાલે મળીએ )
આવજો.......
![](https://i.ytimg.com/vi/lSetaG0QIVo/maxresdefault.jpg)