બહાઉદ્દીન વિનયન કોલેજ જૂનાગઢ
SSIP/INNOVATION ORIENTATION PROGRAMME
તા. ૦૭/૦૭/૨૦૨૩નાં રોજ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢનાં SSIP 2.0 નાં સંદર્ભમાં નવા પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓને SSIP અને INNOVATION થી માહિતગાર કરવા માટે ORIENTATION કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુવા વર્ગના મનમાં ઉભા થતા નવા વિચારોને યોગ્ય દિશા આપવા અને નવસંશોધનને વેગ આપવા માટે અત્રેની કોલેજમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર અને કેસીજી દ્વારા કાર્યરત SSIP અને INNOVATION કઈ રીતે મદદરૂપ થઇ શકે તે અંગે સરળ રજૂઆત કરવામાં આવી. અત્રેની કોલેજના પ્રિન્સીપાલ ડૉ.પી.વી.બારસીયા સાહેબે વિદ્યાર્થીઓ નવસંશોધન અને નવતર પ્રયોગ માટે વિચારવંતા થાય તેવું પ્રોત્સાહક ઉદબોધન આપ્યું. ઉદબોધન અંતર્ગત સાહેબે વિદ્યાર્થીઓને રોજીંદા જીવનમાં ઉપયોગી એવી બાબતો અને તેમાં કઈક નવું કરવાની પધ્ધતિ કઈ રીતે INNOVATION સાથે જોડવી તે અંગે ઊંડાણપૂર્વકની સમજ આપી. અત્રેની કોલેજના SSIP CO-ORDINATOR ડૉ.દિના લોઢીયા દ્વારા સરકારના પ્રકલ્પ SSIP તથા INNOVATION અંતર્ગત વિદ્યાર્થી પોતાનામાં પડેલી શક્તિને યોગ્ય દિશામાં લઇ જવા કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે ઝીણવટ પૂર્વક માહિતી આપી. તેઓએ વિદ્યાર્થીઓને SSIP 2.0 અંગે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને પોતાના વિચારો અને સંશોધન માટેના પ્રયોગો રજુ કરવા આમંત્રિત કરવામાં આવ્યા. એકંદરે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને એક પ્લેટફોર્મ આપવા માટે પ્રસ્તુત કાર્યક્રમ પ્રથમ સોપાન તરીકે સફળ રહ્યો.કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી દ્વારા માર્ગદર્શન આપવાનું પ્રયત્ન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોલેજના તમામ પ્રાધ્યાપકો તથા ૭૫૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
#trending #bahauddin #video #viralvideo #viralvideo #education #trend #trendingvideo #viralshort #shortfilm
Ещё видео!