ગોકુલ આવો ગિરધારી | રાધા-કૃષ્ણ ની બારમાસી | Gokul Avo Girdhari
ભાવનગર રાજકવિ શ્રી પિંગળશીબાપુ ના ચરણોમાં . . .
Concept: Dhaval Hariyani
Host: Nidhi Bhatt
Singer: Rajveer Vadsar
Team: Kaushal Bhatt, Smitha Naidu, Manav Padhariya, Jenish Sadhu
Special Thanks: Snowflake Studio, Ashutosh Joshi
Lyrics:
કહું માસં કાતી, તિય મદમાતી,
દીપ લગાતી, રંગ રાતી,
મંદિર મેહલાતી, સબે સુહાતી,
મેં ડર ખાતી, ઝઝકાંતી;
બિરહેં જલ જાતી, નીંદ ન આતી,
લખી ન પાતી મોરારી !
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
જી ! ગોકુલ આવો ગિરધારી !
મગશર શુભ માસં, ધર્મ પ્રકાશં,
હિયે હુલાસં જનવાસં,
સુંદર સહવાસ, સ્વામી પાસં,
વિવિધ વિલાસં રનવાસં;
અન નહિ અપવાસં, વૃતિ અકાસં,
નહિ વિસવાસં મોરારી !
કહે રાધે પ્યારી, મેં બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
પોષેં પછતાઈ, શિશિર સુહાઈ !
થંડ લગાઈ સરસાઈ,
મનમથ મુરઝાઈ, રહ્યો ન જાઈ,
વ્રજ દુઃખદાઇ વરતાઈ;
શું કહું સમજાઈ વેદ વતાઈ,
નહિ જુદાઈ નરનારી !
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
મા મહિના આયે, લગન લખાયે,
મંગલ ગાયે રંગ છાયે,
બહુ રેન બઢાયે, દિવસ ઘટાયે,
કપટ કહાયે વરતાયે;
વ્રજકી વનરાયે, ખાવા ધાયે,
વાત ન જાયે વિસ્તારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
ફાગુન પ્રકુલિતં, બેલ લલિતં,
કીર કલિતં કોકિલં,
ગાવત રસગીતં, વસંત વજીતં,
દન દરસીતં દુખ દિલં;
પહેલી કર પ્રીતં, કરત કરીતં,
નાથ ! અનીતં નહિ સારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
મન ચૈતર માસં, અધિક ઉદાસં,
પતિ પ્રવાસં નહિ પાયે,
બન બને બિકાસં, પ્રગટ પળાસં,
અંબ ફળાસં ફળ આયે;
સ્વામી સેહબાસં, દિયે દિલાસં,
હિયે હુલાસં કુબજારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
વૈશાખે વદ્દળ, પવન અપ્રબ્બળ,
અનળ પ્રગટ થળ તપતિ અતિ,
સોહત કુસુમાવળ, ચંદન શીતળ,
હુઈ નદિયાં જળ મંદ ગતિ;
કીનો હમસેં છળ, આપ અકળ કળ,
નહિ અબળા બળ બતવારી;
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
જેઠે જગજીવન ! સૂકે બન બન,
ઘોર ગગન ઘન ચઢત ઘટા,
ભાવત નહિ ભોજન, જાત બરસ દન,
કરત ત્રિયા તન કામ કટા;
તલફત બ્રજકે જન, નાથ નિરંજન,
દિયા ન દરશન દિલ ધારી;
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
આષાઢ ઉચાર, મેઘ મલારં,
બની બહારં જલધારં,
દાદુર ડકારં, મયૂર પુકારં,
તડિતા તાર વિસ્તારં;
નાં લહી સંભારં, પ્યાસ અપારં,
નંદકુમારં નિરખ્યારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
શ્રાવન જલ બરસે, સુંદર સરસે,
બદ્દલ ભરસે અંબરસેં,
તરુવર ગિરિવરસેં, લતા લહરસેં,
નદિયાં પરસે સાગરસેં;
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં,
લગત જહરસેં દુ:ખકારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
ભાદ્રવ હદ ભરિયા, ગિરિવર હરિયા,
પ્રેમ પ્રસરિયા તન તરિયા,
મથુરામેં ગરિયા, ફેર ન ફરિયા,
કુબજા વરિયા વસ કરિયા;
વ્રજરાજ વિસરિયા, કાજ ન સરિયા,
મન નહિ ઠરિયા હું હારી !
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
આસો મહિનારી, આશ વધારી,
દન દશરારી દરશારી,
નવ નિધિ નિહારી, ચઢી અટારી,
વાટ સંભારી મથુરારી;
બ્રખુભાન–દુલારી, કહત પુકારી,
તમે થિયા રી તકરારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી !
[ છપ્પય ]
ગિરધારી ગોપાલ ગરુડગામી ગુણગ્રાગી!
રાસરમાવણ રંગ રસિક રણજીતણ રાગી !
આપ વિના આનંદ કેમ ગોકુલમાં આવે,
વનિતાઓનાં વૃંદ ગીત ગોવિંદ ન ગાવે.
કલ્પાંત કરી રાધે કહે, અરજ સુણી ઘર આવજો !
તપધારી સ્વામી પીંગલતણા ! લાલ દયા મન લાવજો !
- ભાવનગર રાજકવિ શ્રી પિંગળશીભાઈ
#Vatudiyu
#ashadhibij #radhakrishna #gujaratisong #lokgeet #loksahitya #karishna #gokulavogirdhari
Ещё видео!