મારું સરિતાની જેમ વહી જાય છે,
વહેતું ઝરણું ઊર્મિનું જળ પાતું જાય છે.
બાળપણમાં આંખોની રોશની ગુમાવી,
અકાળે માતાની મમતા ઝૂંટવાણી,
વહાલો મારો ઉછેર કરવાને હાજર થાય છે.
જીવન મારું સરિતાની જેમ વહી જાય છે...
કેળવણીના કોડ પૂરવાને કાજે,
સંગીતની મંડળી આવી તરસમિયા ગામે,
વહાલો મારો મિત્ર બનીને હાજર થાય છે.
જીવન મારું સરિતાની જેમ વહી જાય છે...
ટેલિફોનની રિંગ રણકી ઊઠે છે,
શમણાની સરવાણી હાલી નીકળે છે,
વહાલો મારો કિસ્મત બનીને હાજર થાય છે.
જીવન મારું સરિતાની જેમ વહી જાય છે...
પિતાનું છત્ર કેવું સજાવ્યું !
લાગણીનું ખેતર ચોમેર લહેરાયું,
વહાલો મારો પાક લણવાને પહોંચી જાય છે.
જીવન મારું સરિતાની જેમ વહી જાય છે...
ગમાર-ગામડિયાનું નસીબ પલ્ટાયું,
સુખનું સામ્રાજ્ય કેવું પથરાયું,
વહાલો મારો શક્તિ બનીને હાજર થાય છે.
જીવન મારું સરિતાની જેમ વહી જાય છે.
બંધ આંખોમાં તેજ પુરાયું,
આખું જગત જાણે એમાં સમાયું,
વહાલો મારો પ્રજ્ઞા બનીને હાજર થાય છે.
જીવન મારું સરિતાની જેમ વહી જાય છે...
રચયિતા : શ્રી લાભુભાઈ સોનાણી
સ્વર: શ્રી રમેશ સાટીયા અને શ્રી અંકિતા ચૌહાણ
Ещё видео!